Posted: May 8, 2011 in Personal

I am done..MS in Computer Science

Posted: May 8, 2011 in Uncategorized

Happy Mother’s Day…

માં ના નામે બહુ નિબંધ લખાયા,
આ છાયા માં બધા જીવ લપાયા,
દુનિયા ઘૂમી ને ભલે બહુ કમાયા,
માં ના ખોળા માં બધા સુખ સમાયા

જીવન પથ પર જયારે ઘવાયા,
માં ના હાથ ત્યારે માથે ફરાયા,
એ આશીર્વાદે જે ચમત્કાર બતાવ્યા,
ખુદ ભગવાને ઝુકી ને રસ્તા સુજાવ્યા .

એટલે જ ,
માં ના નામે બહુ નિબંધ લખાયા.

--Taken from E-mail

Posted: April 7, 2011 in Uncategorized

મારે ફરી એકવાર શાળાએ જવું છે મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે, રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાંપહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.

જેમ તેમલંચબોક્સ પૂરું કરી… મરચુ મીઠું ભભરાવેલ , આમલી-બોર-જમરુખ-કાકડી બધુંખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,

કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય , એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,

અનપેક્ષીત રજાના આનંદ માટે… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાંબેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.

રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકીબહાર ભાગી જવું છે.

તો ભાગી જવાની મોજ અનુભવવા… મારે ફરી એકવાર શાળાએજવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવુંછે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાંફરવું છે.

વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… મારે ફરી એકવારશાળાએ જવું છે.

 

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.

ગમેતેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીનેબેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં , બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

બચપણ પ્રભુની દેણ છે તુકારામના એઅભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તેસાહેબને પુછવા માટે… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું… આજે જયારે મોટો થયો છે કે

“તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા “તૂટેલા રમકડા” અને “અધૂરાહોમવર્ક” સારા હતા..

આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળામાં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…

આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથીઆવતો…

ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે ..

 

Posted: April 7, 2011 in Uncategorized

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતો,
અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે

Posted: February 8, 2011 in Uncategorized

કોણ કહે છે પત્થરો નથી રડતા??
રડે તો પહાડો પણ છે, પણ લોકો એને ઝરણું કહી મઝાક કરે છે!!

Posted: February 7, 2011 in Uncategorized

I Have Learned to Care for people too Much,
Not Because they care For Me..
But, Because i Know the pain oF being ignored…!!

Posted: January 24, 2011 in Uncategorized

The biggest suspense of life is that you know the person for whom you are praying..but you never know the person who is praying for you…..

Posted: January 2, 2011 in Uncategorized

તલવાર કાફી નથી વાર કરવા માટે, વાર તો નજર પણ કરી લે છે.
ફર્ક માત્ર એટલો જ છે કે તલવાર ઉઠી ને વાર કરે છે
જયારે નજર ઝૂફી ને વાર કરી જાય છે….!!

Posted: November 1, 2010 in Uncategorized

The most beautiful thing in this world is to see your parents smiling. & The next best thing is to know that you are the reason behind that…